________________
પુરિસાદેણી શ્રી પાર્શ્વનાથજી ગૂર્જરેશ્વર વનરાજ ચાવડાની પણ મૂર્તિ છે. આ પંચાસરા પાનાથની મૂર્તિ પંચાસરા ગામથી લાવ્યા હતા, જ્યાં વનરાજના પિતા જયશિખરીનું રાજ્ય ચાલતું હતું. ભાવીભાવે જયશિખરીને કલ્યાણીના રાજા ભૂવડ સાથે લડાઈ થઈ તેમાં આખરે તે મરાયે ને પંચાસર ભાગ્યું. અને પંચાસરા પાર્શ્વનાથની મૂર્તિ જયશિખરીને પુત્ર વનરાજ જ્યારે મેટે થયા અને પાટણ વસાવ્યું ત્યાર પછી ત્યાં લાવવામાં આવી. પંચાસર ગામમાં હાલ ભૈયરું જણાય છે. તે ભેંયરું પંચા-" સરથી પાટણ સુધી છે એમ કહેવાય છે. પંચાસરા પાશ્વનાથની સ્થાપના સં. ૮૦૨ માં પાટણમાં (અંચળગચ્છવાસી કલ્યાણસાગરસૂરિએ સ્તવન રચ્યું છે તેમાં કહ્યું છે કે, વૈશાખ સુદી ૩ ના રેજે કરેલી છે અને નાગૅદ્ર ગચ્છના શ્રી શિલગુણસૂરિએ વનરાજ ચાવડાને પ્રતિબોધ કર્યો હતે.
વનરાજ પોતાની માતાને દર્શન કરવાને કારણે પંચાસરથી ભેચરાને રસ્તે એ મૂર્તિ લાવ્યા જણાય છે. . હાલમાં વિશાળ દેરાસર આરસનું લાખ રૂપિઆના ખરચે તૈયાર થાય છે.
શ્રીફલેધી પાર્શ્વનાથજી
(૪૪) જોધપુરથી બીકાનેર જતી રેલ્વેમાં મેડતા રેડ સ્ટેશનની નજીકમાં જ ફલેધી પાર્શ્વનાથનું દેરાસર ઘણું મોટું અને ચમત્કારીક છે. દર વર્ષે માગશર વદી ૧૦ મે માટે મેળે ભરાય છે. પાછળ ભમતીમાં ૨ દેરીઓ છે. આ દેરાસરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org