________________
પૂર્વ ભવ
તેને સંભારો છે! શાસ્ત્રમાં કહ્યું છે કે જે પતિ નાસી જાય, મરી જાય, દીક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તે એ પાંચ આપત્તિમાં સ્ત્રીઓએ બીજે પતિ કરે. આ પ્રમાણે કહીને પ્રથમથી જ ભેગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પોતાના ખોળામાં બેસાડી અને અમર્યાદપણ. વડે તેની લજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી. ત્યારથી તેને નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગે
આ ખબર કમઠની સ્ત્રી વરૂણાને પડી, તેથી કરણ વિનાની અને અરૂણુલોચનવાળી થએલી તે સ્ત્રીએ ઈર્ષાવશ થઈને બધો વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. - મરૂભૂતિ બેલ્ય: “આયે ! ચંદ્રમાના સંતાપની જેમ મારા આર્યબંધુ કમઠમાં આવું અનાર્ય ચરિત્ર કદી સંભવે નહિ.” આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તે પણ તે તો દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાર્યું કે આવી બાબતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે? તેથી તે સંભેગથી વિમુખ હતું, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઈને નિશ્ચય કરવાનો તેને વિચાર કર્યો”
કમઠ પાસે જઈને કહ્યું કે “હે આર્ય! હું કાંઈક કાર્યપ્રસંગે આજે બહાર જાઉં છું.” આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયે અને પાછો રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યું.
કાપડીએ કમઠ પાસે જઈને કહ્યું કે “ભદ્ર! હું દૂરથી ચાલ્યો આવતા પ્રવાસી છું, માટે મને આજની રાત્રિ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org