________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી કમઠ વિવેકને છોડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈને અનુરાગથી બોલાવવા લાગ્યો.
એક વખતે વસુંધરાને એકાંતમાં જોઈને કમઠે કહ્યું કે. “હે સુભ્ર! કૃષ્ણ પક્ષમાં ચંદ્રલેખાની જેમ તમે પ્રતિદિન કેમ ક્ષય પામે છે? તમે કદી લજજાથી ન કહો, તથાપિ તમારું દુઃખ મારા જાણવામાં આવ્યું છે. હું ધારું છું કે મારે અનુજ ભાઈ મુગ્ધ અને નપુંસક છે, તે જ તેનું . કારણ છે.”
પિતાના જેઠનું અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છૂટી ગયાં છે એવી વસુંધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી.
કમઠે પછવાડે દેડીને તેને પકડી લીધી અને કહ્યું કે: “અરે મુગ્ધા! અસ્થાને આવી બીક કેમ રાખો છો? આ તમારે શિથિળ થએલો સુંદર કેશપાશ સારી રીતે બાંધો ત્યે, અને વસ્ત્ર સરખાં કરે.” આ પ્રમાણે કહીને એ ઈચ્છતી ન હતી તે પણ કમઠ પિતે તેને કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યા. - વસુંધરા બોલી કે: “તમે જ્યેષ્ઠ થઈને આ શું કરો છે? તમે તો વિશ્વભૂતિ(શ્વસુર)ની જેમ મારે પૂલ્ય છે. આવું કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.” - મઠ હસીને બે કેઃ “હે બાળ! મુગ્ધપણાથી આવું બેલે નહીં અને તમારા યૌવનને ભોગ વગર નિષ્ફળ કરે નહીં. હે મુગ્ધાક્ષિ! મારી સાથે વિષયસુખ ભોગવે. તે નપુંસક મરૂભૂતિ તમારે શા કામને છે કે અદ્યાપિ તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org