________________
પૂર્વ ભવ ચિત્તે પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થયે. પતિના વિયેગરૂપ જવરથી પીડિત તેની પત્ની અનુદ્ધરા શેક અને તપથી અંગને શાષવી, નવકાર મંત્ર સંભારતી મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતાપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બધથી બને છેક રહિત થયા. પછી કર્મઠ (કર્મ– ક્રિયામાં સ્થિત) એ કમઠ રાજકાર્યમાં જોડાયે; કેમકે હમેશાં પિતા મૃત્યુ પામતાં જ્યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.”
નાનો ભાઈ મરુભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભેજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયે અને સ્વાધ્યાય તથા પૌષધ વગેરે વિધિમાં તત્પર થઈને અહોરાત્ર પૈષધાગારમાં રહેવા લાગ્યું. ત્યાં “ગુરુ પાસે સર્વ સાવદ્ય ગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે ક્યારે વિહાર કરીશ?” એવી બુદ્ધિ મરૂભૂતિને હમેશાં થતી હતી.
એકલે પડેલે કમઠ તે સ્વછંદી, પ્રમાદરૂપ મદિરાથી ઉન્માદી, સદા મિથ્યાત્વથી મોહિત અને પરસ્ત્રીમાં તથા ઘતમાં આસક્ત થયે. મરુભૂતિની સ્ત્રી વસુંધરા નવયૌવનવતી હોવાથી જંગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મેહકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થએલા મરૂભૂતિએ તે જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વમમાં પણ તેને સ્પર્શ કર્યો નહીં. અહર્નિશ વિષયની ઈચ્છાવાળી વસુંધરા પતિને સંગ ન મળવાથી પોતાનું યૌવન અરણ્યમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ માનવા લાગી. પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org