________________
પુરિસાદાણી શ્રીપાનાથજી ધનાઢયો લક્ષ્મીવડે જાણે કુબેરના અનુજ બંધુ હોય અને મેટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સહાદર હોય તેવા જણાતા હતા. “તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હોવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગોચર હતી. તે નગરમાં અરિડુંતનાં ચરણકમળમાં ભ્રમર છે અને સમુદ્રની જેમ લક્ષમીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જેમ પરાક્રમીએમાં અદ્વિતીય હતું, તેમ વિવેકી જનેમાં પણ અદ્વિતીય હતો અને જેમ લક્ષમીવંતમાં ધૂર્ય ગણત, તેમ યશસ્વી જનમાં પણ ધૂર્ય ગણાતું હતું. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકમાં ધનને વ્યય કરતે, તેમ પુરુષાર્થના સાધનમાં અહોરાત્રિને વ્યય કરતું હતુંઅર્થાત્ અહેરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતે.
અરવિંદ રાજાને તેની જ જે જીવાજીવાદિ તત્વને જાણનારે પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરહિત હતું. તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરુભૂતિ નામે બે જ્યેષ્ઠ અને કનિષ્ઠ પુત્ર થયા હતા. કમઠને વરુણ નામે અને મરુભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણ્યથી અલંકૃત હતી. બંને પુત્ર કળાભ્યાસ કરીને દ્રવ્ય પાર્જન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભૂત થયા.
અન્યદા બે વૃષભ ઉપર રથને ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહુભાર મૂકીને વિવિભૂતિ પુરોહિતે ગુરુની પાસે અનશન અંગીકાર કર્યું પછી તે વિભૂતિ સમાધિયુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org