________________
ॐ ह्रीं श्री पार्श्वनाथाय नमः પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી
પ્રકરણ પહેલું
પૂર્વ ભવ
સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને સર્વનું રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારે નમસ્કાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવે છે.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગને ખંડ હોય તેવું પિતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પદ્મખંડની જેમ રાજહંસેએ સેવેલું, લક્ષમીના સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org