________________
૧૫૪
પુરિસાદાણી શ્રી નાથજી વસ્તી પણ તુટી ગઈ છે. દશા વિશાના ભેદ વસ્તુપાલ તેજપાલના વખતમાં થયા તે સંબંધી વિરોષ હકીકત માટે જુઓ વસ્તુપાલ તેજપાલ ચરિત્ર.
પાલણપુર જલે ઘોટાસલા ગામે ડેલા પાનાથનું પુરાણું દેરાસર છે. દર વરસે કાર્તિક સુદી ૧૫ નો મેળો ભરાય છે. શ્રીડેકરીઆ પાર્શ્વનાથજી
( ૨૦ ) પ્રભાસપાટણમાં ડેકરીયા પાનાથનું દેરાસર છે. પ્રભાસપાટણને દેવપાટણ પણ કહે છે. પાર્શ્વનાથની પ્રતિમા શ્યામ વર્ણની છે. તેના હાથમાં રૂપાની કેરી ચડેલી છે.. પ્રથમ રેજ એક કેરી હાથમાંથી નીકળતી હતી.
શ્રીદાદા પાર્શ્વનાથજી.
( ૩૦ ) વડોદરામાં નરસીંહજીની પિળમાં દાદા પાર્શ્વનાથજીનું દેરાસર રાજા કુમારપાલે બંધાવ્યું હતું, તે દેરાસરજીને જીર્ણોદ્ધાર સં. ૧૯૭૩ માં લગભગ રૂ. એક લાખ ખરચીને કરવામાં આવ્યું છે. પાવાગઢમાં સંપ્રતિ રાજાની ભરાવેલી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિમા ત્યાં શ્રાવકોનાં ઘર નહીં હોવાથી વડોદરા લાવીને દાદા પાર્શ્વનાથજીના દેસરમાં પધરાવી છે. વેળુની લેપમય મૂતિ દાદા પાર્શ્વનાથની ઘણી જ ચમત્કારીક છે. વડોદરાને પહેલા વટપદ્રપુર કહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org