________________
૧પ૩
શ્રી સલા પાર્શ્વનાથજી શિષ્ય સ્તવન રચ્યું તેમાં જણાવ્યું છે. તે પછી આદિશ્વર જીની પ્રતિમા સં. ૧૯૨૧ માં નીકળી તે એક લાખ રૂપિયા બચીને મોટું દેરાસર કરી તેમાં પધરાવી છે. હાલમાં મુખ્ય આદિધરભગવાન મૂળનાયક તરીકે છે. ચમત્કારીક પ્રભાવવાળા છે. તેમની એક બાજુએ પાર્શ્વનાથજીની પ્રતિમા છે.
શ્રીટાંકલા પાર્શ્વનાથજી.
(ર૭) પાટણમાં ઢંક મેતાના પાડામાં ટાંકલા પાર્શ્વનાથજીનું દેરાસર છે. એ પ્રતિમાજી ઘરના ટાંકામાંથી મળેલી તેથી ટાંકલા પાર્શ્વનાથ નામ પડયું છે.
શ્રીઓંસલા પાર્શ્વનાથજી.
( ૮ ) ધલકામાં ભેંયરામાં પ્રતિમા ઘણીજ ચમત્કારીક છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે તેમની આગળ મંત્ર વિદ્યાઓ સિદ્ધ કરી હતી. સુરતવાળાઓએ ડોસલા પાર્શ્વનાથજીને સુરત લઈ જવાના રૂપિયા પાંચ હજાર આપવા માંડ્યા, પણ ગામના સંઘે આપી નહીં. ધોળકા પહેલાં વિરાટ નગરી તરીકે પ્રસિદ્ધ હતું. વીરધવલ રાજાનું રાજ્ય અહીં ધોળકામાં જ હતું. તેમજ વસ્તુપાલ અને તેજપાલ વરધવલ રાજાના મુખ્ય પ્રધાન હતા. તેમણે આબુજી ઉપર નેમનાથ ભગવંતનું બહુજ કોતરકામવાલું કીમતી દેરાસર બંધાવ્યું છે. અને તેમની સ્ત્રીઓએ ગોખલા ત્યાં બંધાવ્યા છે. તેમાં લાખે રૂપિયા ખર્ચ થયો છે. ધોળકા હાલ નાનું ગામ છે ને જેનોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org