________________
શ્રી જીરાવલા પાર્શ્વનાથજી
૧૫૧ જીરાવલા ગામ આબુજીની પાસે છે ત્યાં પણ જીરાવલા પાશ્વનાથની મૂર્તિ છે.
સાથી થોડેક છેટે જીરાપલી નામે ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથજીનું દેરાસર છે. દરેક જૈન દેરાસરમાં પ્રતિ વખતે જીરાવલા પાનાથનો મંત્ર આલેખાય છે.
બલેલમાં જીરાવલા પાનાથનું દેરાસર ધાબાબંધી સં. ૧૮૪૧ ની સાલમાં સંઘે બંધાવેલું છે. સ્ટેશન જોટાણા થઈને ત્રણ ગાઉ બલેલ જવાય છે.
શ્રી જોટવા પાર્શ્વનાથજી.
( ૨૦ ) પાટણ પાસે ધીણેજ નામે ગામ છે. તે રેલવેનું સ્ટેશન છે. ત્યાં ચોધરી શેરીમાં એક ઘુમટવાલું જેટલા પાર્વનાથનું દેરાસર છે, વેળુની પ્રતિમા છે. ફાગણ સુદી ૬ ની વરસ ગાંઠે મેળો ભરાય છે. દેરાસર ઘણું જુનું છે જેથી કોણે બંધાવ્યું છે તે જણાતું નથી પણ અહીંયાં એક કહેવત ચાડ્યું છે.
ધીરજ ગામને ધનજી શેડ, લાખ રૂપિયા કણજી હેડ; તીર આઘા કે તીર પાછા, કરી ત્યે ઉસકી તલાસા.
અર્થ–પીણેજ ગામમાં ધનજી શેઠના ઘર આગળ કણજીનું ઝાડ છે, ત્યાં તીર આઘા કે તીર પાછા લાખ રૂપીયા જમીનમાં છે એવી કહેવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org