________________
१४६
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી કેળને ચડાવ્યું કે તે ઘણી જ કમતિ ચીજ છે માટે તે પાછી લઈ લે” પછી કોળી શેઠ સાથે લડી જગડીને તે પ્રતિમા પાછો લઈ ગયે. ને પોતાને ઘેર એક જગ્યાએ સ્થાપન કરી, રાતના સુઈ ગયે તે વખતે રાતના તેને મહા વેદના પ્રગટ થઈ ને ઘણી જ બીક લાગવા માંડી. જેથી ભય પામી સવારના તે પ્રતિમા પાછો શેઠને આપી ગયે. શેક ઘર દેરાસર બનાવી પ્રતિમાજી પધરાવી હમેશ તેની પૂજા કરવા લાગ્યું. પછી ગામમાં મેટું દેરાસર બંધાવી તેમાં પ્રતિષ્ઠા પૂર્વક પધરાવી. આ પ્રતિમાજીનો લેખ વગેરે દેરાસરજીમાં છે.
અહમદાવાદમાં અસારવા નાનું પરૂં છે. હાલનાં બધાં પર પ્રથમ આશાપુરી નગરી હતી તેના પછી તુટક તુટક પરા બની ગયાં. પ્રથમ બધી વસ્તી આશાપુરી નગરીમાં હતી. અહીં રાજપુરનું દેરાસર લગભગ ૭૦૦ સાતસો વર્ષ પહેલાનું છે. પ્રથમ પરાઓમાં ચાર મુખજીની પ્રતિમા શ્યામવર્ણની ચિંતામણી પાનાથની હતી તેમાંથી એક રાજપુરમાં, બીજી ઝવેરીવાડે, વાઘ પ ળમાં ચિંતામણું પાર્શ્વનાથની છે. ત્રીજી કાલુશાની પિળમાં અને ચોથી- દેવસાને પાડે એ પ્રમાણે પધરાવવામાં આવેલી કહેવાય છે.
આગ્રામાં રોશન મહોલ્લામાં ચિંતામણી પાર્શ્વનાથજીનું દેરાસર છે. શ્રીમદ્દ હીરવિજયસૂરિવરે તેમની પ્રતિષ્ઠા કરેલી છે.
સાદરીમાં ભવ્ય દેરાસર બાવન જિનાલયનું છે.
ગુજરાતમાં વિજાપુરમાં ભાટવાડામાં ચિંતામણી પાર્વનાથજીનું દેરાસર છે. આ પ્રતિમા જુના વિજાપુર ગામે ભેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org