________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી
૧૪૫ નગરમાં પધરાવી. બીજી શ્રી પટ્ટણનગરમાં આમલીના ઝાડ નીચે દેરાસર કરાવી અરિષ્ટનેમિની ત્યાં પધરાવી. અને ત્રીજી પ્રતિમા કાંતિપુર નગરમાં પધરાવી. જેના પ્રભાવથી શાલિન વાહનના વખતમાં નાગાર્જુન નામના મહા બુદ્ધિવાન જેગીએ રસસિદ્ધિ કરી ત્યાં સ્થંભન નગર વસ્યું. તે પ્રતિમા હાલમાં ખંભાતમાં બિરાજમાન છે. પ્રતિમાના પાછલા ભાગમાં લેખ છે એમ પરંપરાથી સંભળાય છે. જિર્ણોદ્ધાર વખતે તપાસ કરતાં લેખ બીલકુલ મળી આવ્યું નથી.
- આ ચાવીસીમાં મુનિસુવ્રત તીર્થકર પછી બે હજાર બસે બાવીશ વર્ષો ગયે છતે અષાઢ નામના એક ગોડ દેશના રહેવાસીયે તે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. તેમાંની તે (ચારૂપની) એક છે. બીજી થંભણુપાર્શ્વનાથની આને લગતી હકીકત શ્રી વિજયાનંદસૂરિએ પોતાના તત્વ નિર્ણય પ્રાસાદમાં પ્રસિદ્ધ કરેલી છે. તેમજ પ્રભાવક ચરિત્ર અને પ્રવચન પરીક્ષામાં પણ કહેલી છે.
શ્રીચિંતામણી પાર્શ્વનાથજી.
કચ્છ દેશમાં રાપર ગામે એક કળીના ખંડેરમાં ખોદ કામ કરતાં સ્ફટીક રત્નની પ્રતિમા નીકળી હતી. કોળીએ “ કંઈક પુતળું ધારીને વિચાર્યું કે ગામના શેઠને આપી દઇશું.” એમ ધારી રાતના પોતાના ઘરમાં રાખી પછી પ્રભાતના શેઠને આપવા આવ્યા તે વારે શેઠે પોતાના દેવને ઓળખીને ઘણુ જ આદર સત્કારથી લીધી. અને તેને કાંઈક આપ્યું. તે વાતની જ્યારે લોકોને ખબર પડી ત્યારે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org