________________
૧૪૪
પુરિસાદાણી છોપાનાથજી આ પ્રતિમા સંબંધી એવી લેક વાયકા છે કે પ્રતિમાજી પારકરથી આવેલાં છે અહીં બીજા ભાઈઓએ પણ મદદ કરીને દેરાસરજીને મોટું કીધું છે ત્યાં જાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ બંધાવો છે. મોટું માહાત્મ વધાર્યું છે.
શ્રીઘીયા પાર્શ્વનાથજી.
(૧૮) પાટણમાં એક માણસને ઘોને વેપાર હતો. તેણે ઘીમાં ઘણા પૈસા પેદા કીધા. તેણે પાર્વનાથની ઉપર આસ્થા હતી. હંમેશાં તેમની સેવા પૂજા કરતો જેથી તેણે પાટણમાં દેરાસર બંધાવી પાનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી તેનું ધીયા પાર્શ્વનાથ એવું નામ પ્રખ્યાત થયું.
શ્રીચારૂપ મંડન પાર્શ્વનાથજી.
' (૧૯) શામલા પાર્શ્વનાથની પ્રતિમા તે પાટણથી ચાર ગાઉ ઉપર પાટણથી જતી ગાડીનું પ્રથમ ચારૂ૫ સ્ટેશન છે ત્યાંથી દશ મીનિટમાં ચારૂ૫ ગામે જવાય છે. ત્યાં ગામના સુંદર દેરાસરજીમાં શ્યામવર્ણ બિરાજમાન ફણા સહિત આશરે વાર જેટલી ઉંચી છે. ડાબી બાજુયે એક સફેદ આદિશ્વરની પ્રતિમા છે. આ પ્રતિમા સંબંધી દંતકથા આ પ્રમાણે છે. શ્રીકાંત નગરના ધનેશ શ્રાવક કે જેનાં વહાણ સમુદ્રમાં જતાં હતાં તેનાં વહાણને વ્યંતર દેવે થંભાવ્યાં, જેથી ધનેશે સેવા ભકિતય દેવને પ્રસન્ન કરી. તેની પાસેથી સમુદ્રમાંથી શ્યામવર્ણની ત્રણ પ્રતિમાઓ મેલવી. તેમાંથી એક ચારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org