________________
શ્રીઘતકલેલ પાર્શ્વનાથ
૧૪૩ તે વણકને પ્રતિબંધ આપીને પ્રતિમાજી ઉપાશ્રયે પધરાવ્યાં. જેથી તે વણીકના પરિણામ સારા રહ્યા નહીં. એટલે રાતના પ્રતિમા પાછાં પિતાના સ્થાનકે ગોખલામાં આવીને હાજર થયાં. ફરી સંઘની મદદથી નાની છત્રી કરાવી તેમાં પ્રતિમાજી પધરાવ્યાં. પ્રતિષ્ઠા કરતાં સંઘ જમાડવો જોઈએ, પણ પોતાની શક્તિ નહીં હોવાથી ધીને બંદોબસ્ત બની શક્યો નહીં. તેથી બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યું. તે વારે સંઘના માણસો એક દુકાનવાલા પાસેથી ઘીનું એક કુલ્લ લાવ્યા. ઉદ્દેશીશાહ આ હકીકત જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “અરે! મારી પાસે પિસા હેત તે આ કુલ્લાથી થી સંઘને પીરસત. હે ભગવંત! તમે મારા ઘેર આવ્યા છતાં હું નિધન રહ્યો.” એવી રીતે અનેક પ્રકારે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
હવે અહીંયાં કુલ્લામાંથી ઘી ઘણું જ નીકળવા માંડયું. ઘીનું કુલ્લ પાંચ મણનું છતાં પોશ મણથી પણ વધારે નીકળ્યું. જેથી બધાને વહેમ આવ્યું કે “આ શું? પ્રતિમાજી છત્રીમાંથી કુલ્લામાં તે નથી આવ્યાં?”
જ્યારે કુલલામાં હાથ ઘાલી તપાસ કરી તે પ્રતિમાજી કુલ્લામાં હતાં. જેથી કુલ્લાનું મેં કાપીને પ્રતિમાજી બહાર કાઢી માટે ઓચ્છવ કરીને દેરાસરમાં પધરાવ્યાં. પછી દેરાસરજીને ફરીથી બીજે ઘુમટ કરીને મેટું દેરાસર કર્યું. ત્યારથી તે ધૃતકલોલ પાર્શ્વનાથ જગતમાં ગવાયા. ત્યાં કારતકી પૂર્ણિમા અને ચિત્રોને માટે મેળો ભરાય છે. તે વખતે ચાર પાંચ હજાર માણસ લગભગ એકઠું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org