________________
૧૩:
જી
પુરિસાદાણી શ્રીપાર્શ્વનાથજી પેાતાના અનેવી થાય તેને કેવી રીતે મારી નાંખવા એમ ચીતવવા લાગ્યા. છેવટે નિણ્ય કીધા કે, “ મારી નાની છેકરીનાં લગ્ન કરૂં તે પ્રસંગે મેઘાશાને તેડું, આખી ન્યાત જમાડુ અને મેઘાશાહને ઝેર આપું.” એમ નક્કી કરી પેાતાને ઘેર આવ્યા. પછી જ્યારે પેાતાની નાની કરીનાં લગ્ન આવ્યાં તે પ્રસ ંગે મેઘાશાહને પણ તેડુ કર્યુ” તેમાં મેઘાશાહે પેાતાનું આખું કુટુંબ મોકલ્યું પણ પાતે ગયા નહી. જેથી કાજલશાહ પોતે તેડવાને ગયા તે વખતે ચન્ને સ્વપ્નામાં જણાવ્યું કે-“તું તારે સાસરે જઈશ નહીં, નહીતર ત્યાં દૂધમાં ઝેર આપી તને મારી નાખશે. તેમ છતાં પણુ જો જાય તે પાર્શ્વનાથજીની પ્રતિમાનું નવણ લઈ લેજે.”
હવે સવારના કાજલશાહના અતિ આગ્રહથી ાણતાં છતાં પણ ભાવી ભાવના યાગે તેએ કાજલશાહ સાથે ગયા. ત્યાં ઘેર આવ્યા પછી કાજલશાહે પોતાના વિચાર પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યે. ઓએ તેને ઘણાય સમજાવ્યા, પણ શેઠે માન્યું નહીં. પછી જમવા સમયે દૂધમાં ઝેર નાખી અને સાથે જમવા બેઠા. અને ઝેર સહીત દૂધ મૈત્રાશાહને કાજલશાહની વહુએ મુકયું. કાજલશાહે જણાવ્યું કે “ મારે તે દૂધની ખાધા છે.”
“
હવે અહીં ભાણામાં દૂધ આવતાં જ યક્ષની વાત યાદ આવી. પણ પોતાના ભાણામાં આવ્યું તે એઠું ન મૂકવાના તેને નિયમ હતા. જેથી ઝેરવાળુ દૂધ પણ પોતે પી ગયા. એટલે તરતજ ઝેર બધા શરીરે વ્યાપીગયું. શ્રી પાર્શ્વનાથનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org