________________
શ્રીગેડી પાર્શ્વનાથજી
૧૩૭ એમ કરતાં રાત પડી અને પસ્તાવો કરતા નિંદ્રાવશ થયા અને સ્વપ્ન આવ્યું કે “આ ગોડીપુર ગામ છે અહીંથી દક્ષિણ દિશાએ કુવે છે. પાસે પત્થરની ખાણ છે. માટે ત્યાં ગામ વસાવી દેરાસર બંધાવે. ત્યાં નજીક ધોળે આકડે છે. તેની આગળ ચોખાના સાથીઓ વગેરે કરી તેનું પૂજન કરે એટલે ઘણુંજ ધન પ્રગટ થશે. શહીથી સલાટ બેલાવજે.” પછી શેઠ તુરત જાગૃત થયા, અને ધર્મ ધ્યાનથી બાકીની રાત વીતાવી.
પછી પ્રાત:કાલથી શેઠે તે પ્રમાણે કરવા માંડ્યું. અનુક્રમે ત્યાં ગામ વસાવ્યું. ભવ્ય દેરાસર ગામની અંદર બંધાવવા માંડ્યું. તેમને ધન પણ ઘણું જ મલ્યું. પિતાના સગાં સંબંધી તેમજ સર્વ લોકને ત્યાં વસાવ્યા અને એવી રીતે દેશાંતરમાં તેમની ઘણી કીર્તિ ફેલાણી. તેમની કિર્તિ સાંભળીને તેમના સાળા કાજલશાહ પણ ત્યાં આવ્યા. અને મેઘાશાહને કહેવા લાગ્યા કે: “તમે દેરાસર કરાવે તેમાં ખરને અધભાગ અમારો ગણજે.”
“મારી પાસે એ પ્રતિમાજીના પ્રભાવથી હમણાં ઘણુંજ ધન આવેલું છે. તમે તે પ્રતિમાજીના પાંચસો ટકા આપેલા તે પણ મારી પાસે માગતા હતા. અને કહેતા હતા કે આ પત્થરને ટુકડે શું કામને છે.” મેઘાશાહે કાજલશાહને રોકડું પરખાવ્યું.
મેઘાશાહનાં આવાં તીખાં વચન સાંભળી કાજલશાહને બહુજ રીસ ચડીને આરોદ્ર સ્થાનમાં પડ્યા, મેઘાશાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org