________________
૧૩૬
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી આવ્યા ત્યારે પ્રથમથી કાજલશાહને વધામણી મોકલાવી. જેથી કાજલશાહ પિતાના બનેવીને વાજતે ગાજતે સામેયું કરી ઘેર લાવ્યા. પછી સંવત ૧૪૩૨ ના કાર્તિક માસમાં તે પ્રતિમાજી પધરાવ્યાં. કાજલશાહે કહ્યું કે “કેટલું ખરચ થયું છે તેનો હિસાબ આપે.” - જ્યારે મેઘાશાહે જણાવ્યું કે “પાંચ ટકા આ પ્રતિમાજીના આપ્યા છે” વગેરે બધો હિસાબ કાજલશાહને આપી દીધો.
તે વારે કાજલશાહે કહ્યું કે એ “પ્રતિમાજીના પાંચસો ટકા શા કામના છે? વગેરે કહી મેઘાશાહને ઠપકો આપે.”
હવે અહીં મેઘાશાહની વહુ “મોતીબાઈ અને તેમને મઈયે” અને “મહે” એ નામે બે છોકરા હતા.
મેઘાશાહે ધરરાજજી નામના કોઈ પોતાના સંબંધીને બેલાવી પ્રતિમાં તેમને સુપરત કરી. તેમણે બાર વરસ સુધી પૂજા કરી.
તે અરસામાં એક દિવસે રાતના યક્ષે સ્વપ્ન આપ્યું કે “બે નાના બળદની વહેલ જોડી તેમાં પ્રતિમાજી પધરાવી બેડાથલ તરફ ચાલજે પણ પાછું વળીને જોઈશ નહીં.” એવું સ્વપ્ન જોઈ પછી પ્રભાતના પ્રતિમાજી હેલમાં પધરાવી બેડાથલ તરફ ચાલ્યા, માર્ગમાં એક ઉજજડ ગામ આવ્યું ત્યાં આગળ મેઘાશાહે પાછું ફરીને જોયું કે તરત હેલ ચાલતી અટકી ગઈ. તેથી શેઠને ઘણજ પશ્ચાતાપ થયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org