________________
૧૩૫
શ્રીગાડી પાર્શ્વનાથજી
મા
ખીજા દીવસે ઘણાં ઊંટ અને દ્રવ્ય સાથે લઇને તેએ ત્યાંથી સારા શુકને નીકળતાં અનુક્રમે પાટણુ આવ્યા, ત્યાં ઉતારા કર્યા. રાતના મેઘાશાહને સ્વપ્ન આવ્યું ગામમાં કોઇ મુસલમાન તમને પ્રતિમા આપશે તમે પાંચસે ટકા આપી તે લઇ લેજો ” પછી પ્રભાતના પાંચસે ટકા આપી તેની પાસેથી તે પ્રતિમા લઈ લીધી, અને હમેશ તે પ્રતિમાની સેવા પૂજા ભકત કરવા માંડી.
એક દિવસ પેાતાના વતન જવા સારૂ રૂની ગાંસડીયેાથી વીશ ઊટ ભરીને રાધનપુરના રસ્તે ચાલ્યા; અનુક્રમે રાધનપુર આવ્યા. તે વારે ત્યાં પ્રથમ દાણુ ચૂકવવાના વખત આવ્યે તે વારે દાણુ ચૂકવનાર જે ઊંટ ઉપર પ્રતિમાજી છે તે ઊંટ ગણતરીમાં ભૂલી જાય. વારવાર ગણે છતાં ભૂલ નીકલે નહી. દાણુ લેનારે પૂછ્યું કે કેટલાં ઊંટ છે ? ”
“ મારી સાથે વીથ ઊંટ છે.” શેઠે કહ્યું.
વળી પાછાં ફરીને દાણુ ચૂકવનારે ગણી જોયાં તા આગણીશ થયાં. આ ચમત્કારથી તે અજા થયા. પછી મેઘાશાહે કહ્યું કે “ જે ઊટમાં પાર્શ્વનાથની પ્રતિમા છે તેના પ્રભાવ છે કે જેથી તમે તે ઊંટ ભૂલીજાએ છે.” શેઠનાં એ પ્રકારનાં વચન સાંભળી દાણુ ચૂકવનારે પ્રભુના દર્શન કરવાની ઇચ્છા જણાવી. પછી મેઘાશાહે પ્રતિમાજીને અહાર કાઢી તેને દર્શન કરાવ્યાં. દાણુ ચૂકવનાર દાણીએ પ્રતિમાજીનાં દર્શન કરી દાણુ માફ કર્યું. ને પેાતાને ઘેર ચાલ્યા ગયા. પછી મેઘાશાહ શેઠ પારકરમાં પેાતાને નગરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org