________________
શ્રી કુટેશ્વર પાર્શ્વનાથ
૧૨૯ લાગ્યા. ભગવંતને જોતાં ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ને તરત જ મૂચ્છી આવી. મંત્રી વગેરે રાજપુર રૂએ અનેક ઉપચાર કરતાં જ્યારે રાજાને મૂરછ વળી, ત્યારે પ્રધાને પૂછયું કે “હે સ્વામિન્ ! આપને કેમ મૂચ્છ આવી ?
રાજાએ કહ્યું કે “હે પ્રધાન ! મૂછનું કારણ સાંભળ! હમણાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. જેના પ્રભાવથી હું મારા પૂર્વના ભવ જોઈ શકું છું, પૂર્વભવમાં હું ચારૂદત્ત નામે મનુષ્ય હતો. મને આખા શરીરે, કઢને રેગ નીકળ્યા હતા. દુઃખથી કંટાળી હું ગંગા નદીમાં પડતું મૂકતો હતો. તેવામાં કઈ વરસી નામના મહાત્મા સાધુ પુરૂષે આવી મને બેધ પમાડ્યો અને પાંચ અનુવ્રત આપ્યાં. પછી ધર્મ ધ્યાનમાં જેનું ચિત્ત છે એવો હું પાંચ અનુવ્રતને પાલતે ઈન્દ્રોનું દમન કરતો કષાયને જીત કાલ નિર્ગમન કરતે હતો.
અન્યદા હું દેરાસરમાં જઈ પ્રભુને પ્રણામ કરતે હતો. તે અરસામાં પુષ્કળી નામના શ્રાવકે ગુણસાગર નામના મુનિને પૂછયું કેઃ “આ કેઢીયે દેરાસરમાં આવે છે તેને દેષ ખરો કે નહીં ?” " ત્યારે મુનિરાજે કહ્યું કે “આજેજ એ મરીને કુકડે થશે.” .. તે એ વાત સાંભળવામાં આવવાથી મને ઘણો ખેદ થયે. પછી ગુરૂ મહારાજે મને કહ્યું કે “મહાનુભાવ! તું ખેદ કર નહિ! કુકડાના ભાવમાં પણ તું જાતિસ્મરણ જ્ઞાન પામશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org