________________
૧ર૭
શ્રીપાનાથજી શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મભૂમિ.
વાણુરસી. (કાશી)
જન્મભૂમિ
ગંગા નદીના કિનારા ઉપર આ શહેર આવેલું છે. અહીંયાં શ્રી પાર્શ્વનાથનાં ચાર કલ્યાણક થયાં છે. તેમજ બીજા ત્રણ તીર્થકરેનાં પ્રત્યેકનાં ચાર ચાર મલીને બાર કલ્યાણ થયાં છે એમ કુલ સોળ કલ્યાણ કે અહીંયાં થયાં છે.
અહીં રામઘાટ ઉપર બાલચંદ્રજીના ગુરૂ કુશલાજીએ મહા પરિશ્રમે શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર બંધાવેલું છે. જે કુશલાજીનું દેરાસર કહેવાય છે. તેમજ બીજા આઠ દેરાસર જુદાં જુદાં જાત્રા કરવા લાયક છે.
૧ ભેલપુરમાં–ભગવાન પાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે. તેમનું દેરાસર છે તથા દાદાનાં પગલાં છે.
૨ ભદેનીમાં–સાતમા સુપાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ કલ્યાણક એમ ચાર કલ્યાણક થયાં છે, તેમનું ગંગાનદીને કિનારે રાજા વચ્છરાજનું બંધાવેલું રમણીય દેરાસર છે. હાલમાં જીર્ણોદ્ધાર થાય છે.
૩સિંહપુરીમાં–અગિયારમા શ્રેયાંસનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ એ ચાર કલ્યાણક સિંહપુરીમાં થયાં છે ધર્મશાલા, બાગ દેરાસર વગેરે સારું છે. કાળે કરીને આજે તે કાશીથી બે કેશ હર છે. આ ગામ હીરાપુરના નામથી ઓળખાય છે અને સારનાથ સ્ટેશનની પાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org