________________
૧૨૬
પુરિસાદાણી શ્રીપા નાથજી
અધુરૂ રહ્યું. એક ભાંયરૂં લાંબુ છગાઉ સુધોનુએ દેરાસરજીમાં છે ને ત્યાંથી આજરગઢ પાસે ડુંગરામાં નીકલાય છે.
મારવાડમાં એક એવી કહેવત છે કે ‘ આ દેરાસરજીના શીખર ઉપર જે વસે મેર એસે તે વરસે દુકાળ પડે.’
આ દેરાસરજીના સ્થલ એટલા તેા માટા છે કે જેથી જોનારને એમ લાગે કે આ દેરાસર કાર્ય દેવ સાનિધ્યથી ખંધાયુ હશે. કાલભૈરવની આજે પણ બહુ માનતા ચાઢે - છે. ઓલાડાવાલા આ તીર્થ સાચવે છે.
કાપરડામાં પરકર સહિત પ્રતિમાજી નીલવણે ઘણાજ મનેાહર છે. દેરાસર ચાર મજલાનું શીખરમધ પત્થરનું ચાર મુખવાળુ છે. પણુ પ્રતિમાજી એક છે.
શ્રી ક્લાધી પાર્શ્વનાથના તીર્થની પાસે પીપાડ નામે ગામ છે તેની પાસે કાપરડા ગામ છે, જે જોધપુર રાજ્યમાં આવેલુ છે.
કાપરડા પાર્શ્વનાથને સ્વયંભુ પાર્શ્વનાથ પણ કહે છે. કાપરડા ગામ હાવાથી કાપરડા પાર્શ્વનાથ નામ પડ્યુ છે.
આ તીર્થ જોધપુર સ્ટેટ રેલ્વેના પીપાડ સ્ટેશનથી છ માઈલ દૂર છે. ત્યાં જવા માટે ગાડાનું વાહન મલે છે. યાત્રાળુને ઉતરવાની તથા પૂજન વગેરે કરવાની સગવડ છે. અત્રેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણુજીના નામથી ખીલાઠાના મારવાડી ભાઈએ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org