________________
૧૨૫
શ્રી કાપરડા પાનાથજી નાથજીની પ્રતિમા છે, તે ઘણું પ્રભાવવાળી અને ચમત્કારીક હોવાથી તું તેને પ્રગટ કરી મોટું દેરાસર બંધાવી મોટા મહોત્સવ પૂર્વક સ્થાપન કરજે.” એમ કહી ભેરવ અદ્રશ્ય થઈ ગયે.
પછી પ્રભાતના જેતારણુ શેઠને જોધપુર લઈ ગયા. રાજસભામાં ખુદ રાજાની સન્મુખ રજુ કરવામાં આવ્યા. આ વખતે જેતારણ સ્વપ્ન ચીંતવવા લાગ્યા અને પાર્વનાથનું હદયમાં ધ્યાન ધરવા લાગ્યા, ત્યાં રાજસભામાં સના જતાં છતાં તેમની બેડીઓ તુટી ગઈ. રાજા તેમજ સભા આશ્ચર્ય પામી, પછી રાજાએ પણ તેમનું સન્માન સત્કાર કરી ઘણું માન સહિત તેમને વિદાય કર્યા.
પછી તેમણે કાપરડા ગામે આવી કરંડાના ઝાડ પાસેથી પ્રતિમાજી પ્રગટ કર્યા. ત્યાં મોટું દેરાસર બંધાવી મોટા ઓચ્છવ પૂર્વક પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫ માં દેરાસર બંધાવતાં જમીનમાં ખોદ કામ કરતાં માંહે ધનથી ભરેલો. સુવર્ણને ચરૂ દેખાયે.
યક્ષે પણ સ્વપ્નમાં જેતારણને કહ્યું કે “આ ચરૂ ઉધો કરીશ નહીં તો એમાંથી ધન કદાપિ ખૂટશે નહીં.”
દેરાસરની નીચે ભેંયરામાં કાલભૈરવની પણ સ્થાપના કરી. દેરાસરનું કામ ચાલતું હતું, તેવામાં જેતારણ શેઠ રાજ્ય સંબંધી કાર્ય પ્રસંગે જોધપુર ગયા. તે વખતે તેમના કુટુંબમાંથી કેઈએ ચરૂને ધન કહાડવા સારૂ ઉંધો કર્યો. તે દીવસથી શેઠ પાસેથી ધન જતું રહ્યું, ને દેરાસર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org