________________
છોકલિકુંડ પાર્શ્વનાથજી
૧૧૯ બંધાયું છે ત્યાં ધર્મશાલા વગેરેની જોગવાઈ સારી છે. હાલમાં તો વિશાલ ધર્મશાલા તથા રસોડુ પણ ચાલુ છે.
બેંગાલ નાગપુર રેલવેના વધુ સ્ટેશનથી ભાદક તરફ બીજી નાની રેલવે જાય છે તેમાં ભાંચક સ્ટેશનથી લગભગ માઈલ જેટલું દૂર થાય છે. આ તીર્થની આબોહવા બહુ સારી છે. શ્રીકલિકુંડ પાર્શ્વનાથજી
(૨) પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવંતના વખતમાં અંગદેશને ધણું ચંપાનગરીને કરકંડુ નામે રાજા હતો તેની રાજ્યધાનીની નજીક કાદંબરી અટવીમાં કલિ નામે પહાડ અને નીચે કુંડ નામે સરેવર હતું. તે અટવીમાં યુદ્ધ કરવામાં ચપલ એવો મહીધર નામે હાથી હતો. એકદા શ્રીપાનાથ ભગવંત છદ્મસ્થાવસ્થામાં વિચરતા છતા કુંડ સાવર પાસે કાઉસગ્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. તે વખતે તે પ્રભુને જોઈને ઉહાપોહ કરતાં હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે તેને જણાવ્યું કે “પૂર્વ ભવને વિષે તે હેમદંર નામે બ્રાહ્મણ હતો અને તેણે એક સાધુ મહારાજની મશ્કરી કરી, જેથી નમી રાજાએ તેને બાંધે. એટલામાં સુપ્રતિષ્ટ નામના એક શ્રાવકે આવીને પૂછયું કે “આને કેમ બાંધ્યું છે?”
તે વારે રાજાએ જેવી વાત હતી તેવી કહી સંભળાવી. તે બ્રાહ્મણ વામન હતે લોકો તેથી તેની મશ્કરી કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org