________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુના પવિત્ર તીર્થસ્થાને
શ્રી કેસરીયાજી પાર્શ્વનાથ. (ભાંડકજી)
(૧). આકલાના રહીશ શેઠ ચત્રભુજ પુંજાભાઈને સંવત ૧૯૬૬ ના માહા સુદ પાંચમને સોમવારે રાતના સ્વપ્ન આવ્યું કે “ પોતે ભાદકની આસપાસ જંગલમાં રખડે છે, તેવામાં દશ હાથ લાંબે એક કાળો નાગ તેમની પાછલા પડ્યો. ચત્રભુજ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં નાગ પણ તેમની પાછળ પાછળ જતો. આખરે તે ફરી ફરીને થાકયા પણ નાગરાજે તેમને કેડે છોડ્યો નહિ. છેવટે નાગને તેમને વિનંતિ કરી કે “હે નાગરાજ ! મેં તમારો કાંઈ અપરાધ કર્યો નથી છતાં તમે શા માટે મારી પાછલ પડ્યા છો?”
“મય તુઝે કુછ ચમત્કાર બતલાઉં તું પાંચસો રૂપૈયાકા ખરચા કર.” નાગે મનુષ્ય ભાષામાં જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org