________________
પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કેટી દ્રવ્યને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણ પથ નગરમાં નવ લાખ સુવર્ણને સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નને અધિપતિ થયે. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવકેટી રત્નને સ્વામી થશે. ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવમાં નવ નિધિને સ્વામી રાજા થયો છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.”
પ્રભુની આવી વાણીથી રાજાના મનમાં શુભ ભાવના ઉત્પન્ન થઈને તત્કાળ તેણે દીક્ષા ગ્રહણ કરી.
આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સળ હજાર મહાત્મા સાધુઓ, આડત્રીસ હજાર સાધવીઓ, ત્રણસો ને પચાસ ચૌદપૂર્વધારી, એક હજાર ને ચારસો અવધિજ્ઞાની, સાડાસાતસો મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને સત્તોતેર હજાર શ્રાવિકાઓ–આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થ. પછી પિતાને નિર્વાણ સમય નજીક જાણ શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખરગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિએની સાથે ભગવતે અનશન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિઓની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા.
ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીતેર વર્ષ–એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રાશી હજાર, સાતસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org