________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ. ૧૧૩ ચકવતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે બંને ચિરકાળ સુધી વિષયસુખ ભેગવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે.”
પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંધુદત્ત પ્રિયદશના સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યો. તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંદવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યું કે: “હે પ્રભો ! પૂર્વ જન્મના કયા કર્મથી હું આવી મેટી સમૃદ્ધિને પ્રાપ્ત થયેલ છું?”
પ્રભુ બોલ્યા: “મહારાષ્ટ્ર દેશમાં હેલ્વર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે માળી હતો. એક દિવસે પુપે વેચીને તું ઘેર જતો હતો ત્યાં અર્ધમાગે કેઈ શ્રાવકને ઘેર અર્હતની પ્રતિષ્ઠા થતી હતી. તે જોઈને તું તેના ઘરમાં પેઠે. ત્યાં અહંતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યું. તે વખતે તને નવ પુષ્પો હાથમાં આવ્યાં. તે પુષ્પો તેં ઘણું ભાવથી તે પ્રભુની ઉપર ચડાવ્યાં તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લકશ્રેણીના પ્રધાનની પદવી આપી.
ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રમ્મ (એક જાતના સિક્કા) નો સ્વામી થયો. ત્યાંથી
૧. આને સ્ત્રીરત્ન સમજવું નહીં; બીજી પટ્ટરાણી સમજવી. કારણ કે સ્ત્રીરત્ન તો મરણ પામીને છઠ્ઠી નરકે જાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org