________________
પુરિસાદાણી શ્રીપાનાથજી
એ વખતે તમે મને ઘરમાં હતાં તેવામાં જૈન સાધ્વીઆ તમારા જોવામાં આવો, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અન્નપાનવડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સંબંધો પૂછવાથી તેએ એટલી કે ‘ખાલચંદ્રાનામે અમારા ગણિની છે અને વસુશ્રેષ્ઠોના ઘર પાસે અમારા ઉપાશ્રય છે.’
૧૧૨
પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયાં; એટલે ગણુની ખાલચદ્રાએ તમને સારી રીતે ધર્મ સંભળાવ્યો, તેથી તેમની પાસે તમે ગૃહસ્થધર્મ ગ્રહણ કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તમે અને બ્રહ્મ દેવલાકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
ત્યાંથી ચવીને તમે અહી ઉત્પન્ન થયા છે. પૂર્વે ભિલ્લુના ભવમાં તે તિય ́ચ પ્રાણીઓના વિયાગ કરાવ્યેા હતેા તેમજ દુ:ખ દીધું હતું અને તે વખતે આ તારી સ્ત્રીએ અનુમેાદના કરી હતી, તે કર્મના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓના વિનાશ, વિરહ, ધન અને દેવીના બલિદાન માટે મંદી થવા વગેરેની વેદના પ્રાપ્ત થઇ; કેમકે “ કર્મના વિપાક મહા કષ્ટકારો છે.”
પછી બંદરો ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે: 'હુવે અહીથી અમે કયાં જઈશું...? અને અમારે હજી કેટલા ભવ કરવા પડશે ? ?
પ્રભુએ કહ્યું કે: ‘તમે અને અહીથી મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં જશે. ત્યાંથી ચવીને તું પૂર્વ વિદેહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org