________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનો વિહાર અને નિર્વાણ ૧૧૧ -
તે જ વિજયમાં એક મહાપરાક્રમી વર્ધન નામે જયપુર નગરનો રાજા હતા. તેણે નિષ્કારણ તારા પર કપાયમાન થઈ માણસ મોકલીને તને કહેવરાવ્યું કે “તારી રાણી વસંતસેના મને સોંપી દે, મારૂં શાસન અંગીકાર કર અને પછી સુખે રાજ્ય ભોગવ; નહીં તે મારી સાથે યુદ્ધ કર.”
- તે સાંભળતાં જ તને ક્રોધ ચડે, તેથી લોકોએ તે વખતે અપશુકન થતાં જોઈને તને ઘણે વાર્યો તે પણ તું સભ્ય સહિત ગજેન્દ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળે.
વર્ધન રાજા તારાથી પરાભવ પામીને નાસી ગયે. પણ તપ્ત નામનો એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્યું. તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધો અને તને જીવથી મારી નાખ્યો.
તે વખતે સેદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નક્કી થયો. તારા વિરહથી પીડિત વસતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરોને મૃત્યુ પામી અને તે પણ તે જ નરક ભૂમિમાં ઉત્પન્ન થઈ
ત્યાંથી નીકળીને તું પુષ્કરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરુષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા અને તારા જેવી જ જાતિમાં સંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યોવનવયમાં તમારા બંનેનો વિવાહ થયો. દુઃખનું દ્વાર દારિદ્રય છતાં પણ બંને નિરંતર કીડા કરવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org