________________
- ૧૧૦
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથજી એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતો હતો તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યું. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં.” એમ બોલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા. નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયે.
પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયા. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલેકમાં પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચ્યવને અપરવિદેહક્ષેત્રમાં ચકપુરીના રાજા કુરૂમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણીથી તું પુત્રપણે ઉત્પન્ન થયા અને શ્રીમતી ત્યાંથી ચવીને તે કુરૂમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણથી પુત્રીપણે ઉત્પન્ન થઈ
તમારાં બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડ્યાં. અનુકને પોતપોતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ અને એક ચતુર ચિત્રકારે ચિત્ર લાવીને બતાવેલા તેણના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થયે.
પરસ્પર અનુરાગ થએલે જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારે પિતા તાપસ અને તું રોજ થયેલ. હે બુદ્ધિમાન ! પૂર્વે ભિલના ભાવમાં તે તિયાને વિયોગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું. તે યથાર્થ રીતે સાંભળ:–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org