________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
૧૦૭ તે સાંભળીને બંધુદત બે કેઃ “હે ચંડસેન! જીવઘાતવડે પૂજા કરવી યોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથી જ તમે હિંસા, પરધન અને પરસ્ત્રીનો ત્યાગ કરે, મૃષાવાદ છેડી દો અને સંતોષનું પાત્ર થાઓ.”
ચંડસેને તેમ કરવાનું કબૂલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બેલી કે: “આજથી પુષ્પાદિક પદાર્થોવડે જ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લે ભદ્રકભાવી થયા.
પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદત્તે તે પુત્ર ધનદત્તને આપે અને પિતાની પત્નીને કહ્યું કે: “આ મારા મામા થાય છે. તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ્ત્ર કરીને પોતાના શ્વશુરરૂપ મામાજીને નમી. ઘનદત્ત આશીષ આપી અને કહ્યું કે આ પુત્રનું નામ પાડવું જોઈએ. ” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધવને આનંદદાયક થયો છે, એવું ધારીને તેનાં માતાપિતાએ તેનું બાંધવાનંદ” એવું નામ પાડયું
પછી કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પિતાને ઘેર ભેજન કરાવ્યું અને તેમનું લૂંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જોડી ચિત્રકનું ચર્મ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુકતાફળ વગેરેની ભેટ આપી. પછી બંધુદત્તે પેલા કેદ કરેલા પુરૂષોને બંધુવતુ ગણી, યોગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org