________________
૧૦૬
પુરિસાદાણું શ્રી પાર્શ્વનાથ * પછી નિર્દય ચંડસેને પિતે જ સ્થાનમાંથી ખનું કાઢયું. તે વખતે પ્રિયદર્શના દીન થઈ વિચાર કરવા લાગી કે:
મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરૂષનું બલિદાન અપાય છે, તે તેમાં મારી જ અપકીર્તિ છે. ત્યારે તેવી અપકીતિ શા માટે લેવી? અરે હું શું નિશાચરી થઈ? ” - તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. નવકારમંત્રને ધ્વનિ સાંભળીને પ્રિયદર્શનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઊઘાડ્યાં, ત્યાં તે પિતાના પતિને જ પિતાની આગળ છે.
તેથી તેણે ચંડસેનને કહ્યું કે “ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્ત જ છે.”
પછી ચંડસેન બંધુદાના ચરણમાં પડી બોલ્યા કેઃ “આ મારે અજ્ઞાનપણે થએલા અપરાધ ક્ષમા કરો અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપો.”
પછી બંધુદત્તે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદેશીને કહ્યું કે: “આ ચંડસેને તો તમારી ને મારે મેળાપ કરાવ્યો છે, માટે તેમને શે અપરાધ છે? કાંઈ પણ અપરાધ નથી.’
પછી બંધુદતે ચંડસેનને કહીને બીજા જે પુરૂષને બલિદાન માટે કેદ કર્યા હતા તેમને છોડાવ્યા અને ચંડસેનને પૂછયું કેઃ “ તમે આવું કામ શા માટે કર્યું?” એટલે. ભિલેના રાજ ચંડસેને પુરૂષબલિની માનતા વગેરેને બધે પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org