________________
૧૦૮
પુરિસાદાણે શ્રી પાર્શ્વનાથજી સમર્થ બંધુદત્ત પ્રિયદર્શના અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યો. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તી પર બેસાડીને તેને નગરીમાં પ્રવેશ કરાવ્યું.
પુષ્કળ દાન આપતે બંધુદત્ત પિતાને ઘેર આવ્યું અને ભજન કર્યા પછી બંધુઓને પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળે છે, તે ઉપરથી હું કહું છું કે: “શ્રી જિનશાસન વિના સર્વ અસાર છે.”
બંધુદત્તની આવી વાણીથી સર્વ જન જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદ ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો.
એક સમયે શર૬ તુમાં શ્રી પાર્શ્વપ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શનાને અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયો. પ્રભુને વંદના કરોને તેણે ધર્મ, દેશના સાંભળી. પછી બંધુદત્ત પૂછયું કે: “હે પ્રભે ! મારી છે સ્ત્રીઓ પરણતાં જ ક્યા કર્મથી મૃત્યુ પામી? આ પ્રિયદશનાનો મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડ્યું? તે કૃપા કરીને કહે.”
પ્રભુ બેલ્યા છે. પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિધ્યાદ્વિમાં શિખાસન નામે તું ભિલો રાજા હતો. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતે. આ પ્રિયદર્શના તે ભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org