________________
----
-
-
--
૧૦૪
પુરિસાદા શ્રી પાર્શ્વનાથ આપી કે “ધર્મ અને શરીરના રક્ષણ વિના બીજા કોઈ કામમાં આ વિદ્યાને યોજવી નહીં. હાસ્યમાં પણ અસત્ય બેલિવું નહીં. જે પ્રમાદથી અસત્ય બોલાઈ જાય તો નાભિ સુધી જળમાં રહી, ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહસ ને આઠ વાર જાપ કરવો.”
વિષયની આસક્તિથી ગુરૂની એ શિક્ષા હું ભૂલી ગયે. મેં અનેક વિપરીત કામો કર્યા. પિલા ઉદ્યાનમાં દેરાલય પાસે રહ્યો રાતે હું તમારી પાસે મૃષા છે. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાર્શન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપોવ્રત ગ્રહણ કરવાનું કારણ પૂછયું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું ખોટું કારણ બતાવ્યું.
- ત્યાર પછી ગુરૂના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધરાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયે, દેવગે દ્વાર ઊઘાડાં જ હવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયું અને તેનું રૂપું અને સુવર્ણ ચારીને નીકળે, એટલે દેવગે રાજપુરૂએ મને પકડી લીધે. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની ફુરણા થઈ નહિ”
આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછયું કેઃ “તને બધી વસ્તુઓ મળી પણ રત્નનો કરંડીઓ કેમ ન મળે? શું તેનું સ્થાનક ભૂલી ગયે છું?” તેણે કહ્યું: “જ્યાં મેં તે કરંડીઓ દાટયો હતો ત્યાંથી દૈવયોગે તેને કેઈએ હરી લીધે જણાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org