________________
૧૦૨
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી પછી મેં તે મુનિને પૂછયું કે “મારા પૂર્વ કર્મનું અવશેષ ફળ શું છે? ” એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ બોલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગર્જન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતો. તેને અછુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તું તેને પુત્ર હતેતારા પિતાએ તેને ઘણું ભણાવ્ય; એટલે તું વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઈ પડ્યો.
તે સમયે ત્યાં ગાત્મા નામે એક બુદ્ધિવાનું નિપાપ સંન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિંહલ નામના માળીની સાથે નાસી ગઈ.
પેલા ગાત્મા સંન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દેવગે નિ:સંગપણને લીધે કોઈએ કહ્યા વગર તે જ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કઈ ઠેકાણે ચાલ્યા ગયે. પ્રથમ તે “વીરમતી નાસી ગઈ. એમ બધા લેકે કહેવા લાગ્યા, પણ ગાત્માના જવાની ખબર પડવાથી તેં વિચાર્યું કે: “જરૂર વીરમતી ગાત્માની સાથે નાસી ગઈ હશે.” એ વાર્તા રાજદ્વારમાં થઈ કે: “વીરમતી નાસી ગઈ છે.”
ત્યારે તેં કહ્યું કે: “તે તે ચોગાત્માની સાથે ગઈ છે.
તે સાંભળી રાજાએ કહ્યું કે: “યેગાત્મા સંન્યાસીએ તે સ્ત્રી વગેરેને ત્યાગ કર્યો હતો. એટલે તે જઈને કહ્યું કે: “વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે બંને સાથે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org