________________
શ્રી પ્રભુને વિહાર અને નિર્વાણ
૧૦૧ મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું તે તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું.
પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું: “હે કૃતિન્ ! તારાં દર્શનથી અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે. સંન્યાસી બેલ્યો કે: “જેઓ વિષયાસકત હોય અને પોતાના ઘરમાં નિર્ધન હોય તેઓને આવું કામ કરવું એગ્ય લાગે છે. તે વિષે જે તમને આશ્ચર્ય લાગતું હોય તો મારૂં વૃત્તાંત સાંભળે.
પુંવર્ધન નગરમાં સોમદેવ નામના બ્રાહ્મણને નારાયણ નામે હું પુત્ર છું. હું “જીવઘાતના માર્ગથી સ્વર્ગ મળે છે.” એવું કોને કહેતો હતો. એક વખતે ચરબુદ્ધિએ પકડેલા અને દીનવદનવાળા કેટલાક પુરૂષે મારા જેવામાં આવ્યા. તેને જોઈને આ મોટા ચોર છે માટે તેને મારી નાખે.” એમ હું બોલ્ય.
તે સાંભળી નજીક રહેલા એક મુનિએ કહ્યું કે: “અરે! આ કેવું કષ્ટકારી અજ્ઞાન છે?” તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યું કે: “શું અજ્ઞાન છે?”
ત્યારે મુનિ બોલ્યા કે “બીજાને અતિ પીડાકારી વચન બોલવું અને ખોટા દોષનું આપણું કરવું તે જ અજ્ઞાન છે. પૂર્વ કર્મના પરિપકવ થએલા વિપાકથી આ મનુષ્ય તો બિચારા દુઃખમાં પડ્યા છે. તેમને ઓળખ્યા સિવાય મોટા ચેર હોવાને ખોટે દેષ તું કેમ આપે છે? પૂર્વ જન્મમાં કરેલાં કર્મનું અવશેષ ફળ તને થોડા વખતમાં મળશે; માટે તું બીજાની ઉપર મિથ્યા દોષને આરે૫ કર નહીં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org