________________
શ્રીપાશ્વપ્રભુને વિહાર અને નિર્વાણ માન થયે, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યો.
અહીં ચંડસેન ઘણું વાર સુધી બંધુદત્તને શેધવા માટે પક્વાટવીમાં ભમે, પણ તેને બંધુદત્ત મળે નહીં એટલે તે વિલ થઈ પાછા ઘેર ગયે. પછી તેણે પ્રિયદ
નાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તે પછી મારે અગ્નિમાં પ્રવેશ કરે.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં બંધુદત્તને શોધવાને માટે ગુણ પુરૂષ મેકલ્યા.
તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તો પણ બંધુદત્ત અમારા જેવામાં આવ્યું નહીં.” ચંડસેને ચિંતવ્યું કે પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભૂગુપાત (ભૈરવજપ) કે અશ્ચિપ્રવેશ વગેરેથી જરૂર મૃત્યુ પામ્યા હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હું હમણાં જ અગ્નિમાં પ્રવેશ કરે; કેમકે બંધુદત મળ દુર્લભ છે અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનને કંઈ પ્રસવ થાય ત્યાં સુધી રાહ જેઉં અને તેના પ્રસૂત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરું.”
આ પ્રમાણે ચંડરસેન ચિંતવતું હતું તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે “પ્રિયદર્શનાને પુત્ર અવતર્યો.” પલીપતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org