________________
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ બંધુદત્ત બે કે: “મારે પણ ત્યાં જ જવાનું છે, પણ ત્યાં તમારું સંબંધી કેણું છે? તે કહે.” તે બે કે “ત્યાં બંધુદત્ત નામે મારે એક ભાણે જ છે.”
બંધુદત્ત કહ્યું: “હા, તે મારે પણ મિત્ર છે.” પછી. બંધુદતે પિતાના માતુલને ઓળખ્યા, પણ પોતાની ઓળખાણ પાડ્યા વિના તે તેની સાથે મળી ગયે.
પછી તે બન્નેએ સાથે ભજન કર્યું. બીજે દિવસ પ્રાત:કાળે બંધુદત્ત શૌચ કરવાને નદીતીરે ગયે, ત્યાં એક કદંબના ગર્લરમાં રત્નની છાયાવાળી પૃથ્વી દીઠી, એટલે તેણે તીણ શંગવડે તે પૃથ્વી ખેદી, તે તેમાંથી રત્ન આભૂષણોથી ભરપૂર એક તાંબાને કરંડીઓ નીકળે. તે કરંડીઆને છાની રીતે લઈને બંધુદત્ત ધનદત્તની પાસે આવ્યા, અને તે કરંડીએ મળવાની બધી હકીકત કહી બતાવી.
પછી નમ્રતાથી કહ્યું કે: “હે મારા મિત્રના માતુલ! મેં એક કાપડી પાસેથી તમારી બધી હકીક્ત જાણું છે; માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થએલે આ કરંડીઓ તમે જ ગ્રહણ કરે. આપણે બને અહીંથી વિશાળાનગરીએ જઈ, રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણે માણસને છોડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કરંડીઓ ધરીને બંધુદત્ત મૌન રહ્યો.
ધનદત્ત બેલ્યો કેઃ “મારે અત્યારે તરત મારાં મનુખેને છોડાવવાની કાંઈ જરૂર નથી. હમણા તો તમારા મિત્ર બંધુદત્તને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશ” પછી બંદર પોતાની મેળે પ્રગટ થયે, અર્થાત પિોતે જ બંધુદત છે એમ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org