________________
હેક
-
પુરિસાદાણુ શ્રી પાર્શ્વનાથજી દીન જોઈને તે વધારે દુઃખી થયે, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુ:ખી જન જ જાણે છે.”
બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભે રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયો. તેને એ પ્રમાણે પ્રિયાને મેળાપ થએલો જોઈ બંધુદત્ત વિચાર્યું કે “જીવતા નરને ફરી વાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણાં તે હું મારી નગરીએ જઉં.
પણ આવી નિર્ધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય? તેમ પ્રિયા વિના કૌશાંબીપુરીએ જવું તે પણ ગ્ય નથી. તેથી હમણું તે વિશાળાપુરીએ જાઉં. ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ, તે ચાર સેનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ, મારા ઘરમાંથી - દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાય જ મુખ્ય છે.”
આવો વિચાર કરીને તે બંધુદત પૂર્વ દિશા તરફ ચાલે. બીજે દિવસે અતિ દુખાર્તપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યું. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગુ ત્યાં આવ્યું
બંદરે પૂછયું કે “તમે કયાંથી આવો છો?” તેણે કહ્યું કે “હું વિશાળાનગરીથી આવું છું.” - બંધુદને પૂછ્યું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે?” એટલે તે મુસાફરે દીનવદને કહ્યું કે “ ધનદત્ત વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org