________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ
૮૯ પછી મુનિએ તેને પ્રતિબંધ પમાડશે, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુદન કરતાં બંધુદ્દત જૈનધર્મનો સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યારે તેને કહ્યું કે “જેનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધમી થયા તે સારું થયું. હવે કહો તો હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહે તો તમને ઈષ્ઠસ્થાને પહોંચાડું, અથવા કહો તે કઈ કન્યા પરણાવું.”
બંધુદરે કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મારી જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય તે સ્થાન જ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો.
વિદ્યાધરે વિચાર્યું કે, “જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણીને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.' આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયા અને ઉચિત સ્નાનભોજનાદિકવડે તેની ભકિત કરી.
પછી ચિત્રાંગદે પિતાના સર્વ ખેચને પૂછયું કે આ ભારતવર્ષમાં તમે કોઈ એવી કન્યા દીડી છે કે જે આ પુરૂષને યોગ્ય હોય?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા બોલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનાને નથી જાણતા? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે. હું પૂર્વે એક વાર તેની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org