________________
=
પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ આજ્ઞા કરી કે “હે વત્સ! તું વ્યાપાર કરવાને માટે સિંહલકીપે અથવા અન્ય કોપે જા.”
પિતાની આજ્ઞાથી બંધુદત્ત ઘણાં કરિયાણું લઈ, વહાણ પર ચઢી, સમુદ્ર ઉલ્લંઘીને સિંહલદ્વીપે આવ્યા. કિનારેઊતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો, એટલે સિંહલ રાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. ત્યાં સર્વ કરિયાણું વેચી મનને ધાર્યો લાભ મેળવી, બીજ કરિયાણાં ખરોદીને તે પિતાના નગર તરફ પાછો ચાલ્ય.
સમુદ્રમાર્ગે ચાલતાં અનુક્રમે તે પિતાના દેશની નજીક આવ્ય, તેવામાં પ્રતિકૂળ પવનથી ડાલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાઠનું પાટિયું આવ્યું, તેથી તેનાથી તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રત્નદીપે આવ્યો. ત્યાં એક વાપિકામાં સ્નાન કરી, પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયા. ત્યાં સુધારેગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળાનું તેણે ભક્ષણ કર્યું.
એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતો બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યો. પછી તે પર્વત ઉપર ચઢો. ત્યાં એક રત્નમય ચૈત્ય તેના જેવામાં આવ્યું; એટલે તેણે તે ચત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરો અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વાંદ્યા. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછ્યું એટલે બંધુદત્ત સ્ત્રીનું મરણ અને વહાણનો ભંગ ઈત્યાદિ પિતાને સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org