________________
જેન ચિત્ર-કપલતા
૩૧ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાને પરિચયની શરૂઆત ઉપરના ચંડકૌશિકના પૂર્વ ભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં આઘો પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે. મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે. સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં એ રાખી નમ્ર ભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકમવા માટે ગુરુમહારાજને યાદી આપ શિષ્ય ઊભેલો દેખાય છે. તેને પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગાનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી, ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના બાકીના પૂર્વ ભવોનો પ્રસંગ જોવાનો છે. ચંડકૌશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી જ્યોતિકવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તે (વિમાનની) નીચે, તે દેવલોકમાંથી વીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલા હોવાથી, તેને તાપસ સ્વરૂપે પિતાના બગીચામાંથી ફળ-ફૂલ તોડતાં રાજકુમારોને હાથમાં કુહાડે લઇને મારવા જતાં કુહાડા સાથે અચાનક કૂવામાં પડેલો ચીતરેલો છે. ત્યાંથી મરીને તે પોતે જ ચંડકૌશિક નામે દષ્ટિવિષ સર્પ થયો છે તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલો છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબોધને પ્રસંગ જોવાનો છે. ચંડકૌશિકના બિલ–દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસધ્યાને ઉભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણ પહેરાવ્યાં છે તે તેનું જૈન ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સૂચવે છે, કારણકે તીર્થકર જ્યારે સાધુ પણ માં વિચરતા હોય ત્યારે, આભૂષણ વગેરેને બમણુપણું – સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી, તેમની એ સાધકઅવસ્થામાં આભૂષણો તેઓના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ મારતો વર્ણવેલ છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલો તેને ચીતરે લે છે. પછીથી પ્રભુએ પ્રતિબોધ્યા બાદ પોતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલો ચિત્રકારે ચીતરેલો છે. પાનાની ઉપરના સુશોભનમાં જ સુંદર હાથીઓ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારો તથા એક પદાતિ હથીઓથી સુસજિત થએલ, અને આજુબાજુના બંને હાંસીઆઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘોડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વા અને વાવોની અંદર સ્નાન કરતા ચાર પુરુષો ચીતરેલા છે. પાનામાં આવેલી માત્ર ચાર લીટીઓમાં ફક્ત ૧૪ અક્ષરોના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે. ચિત્ર ૩૮૩૯ કલ્પસૂત્રની સુંદર કિનારો—હંસવ ૨ ના પાનાની આજુબાજુનાં જુદી જુદી જાતનાં આ સુશોભનો ફકત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારોની કલ્પનાશક્તિ કેઇ અજાયબીભરી હોય એમ લાગે છે. ચિત્ર ૪૦ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવનો ઉપસર્ગ – પંદરમા સૈકાની હસ્તલિખિત, સુવર્ણાક્ષરી, તારીખ વગરની પ્રત ઉપરથી.
એક વખતે કેન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદેશી નમન કર્યું. તે પછી ઈન્ડે પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતાં પિતાની સુધર્મા સભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે “અહો ! શ્રી વીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે ! તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરું! તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તો પણ નિષ્ફળ જ જાય ! સભામાં બેઠેલો ઈન્દ્રનો એક સામાનિક દેવ સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડકી ઊઠી બોલ્યો કે “આ દેવોની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org