SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જૈન ચિત્ર-ક૯૫લતા દંડ ઉપર ફરકતી ધ્વજા જોઈતેના ઉપલા ભાગમાં વેત વર્ણને એક સિંહ ચીતરેલા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે. (૯) જળપૂર્ણ કુંભ-નવમા વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સુચવતા હતા. પૂર્ણ કુંભ મંગલનો ઘાતક છે. (૧૦) પદ્મવરદસમાં સ્વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાસરોવર જોયું. આખું સરવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મસ વર દસમા સ્વપનામાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે. (૧૧) ક્ષીરસમુદ્ર–અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જોયો. એ સમુદ્રના મુખ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. (૧૨) દેવવિમાન–બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેના ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય યુપી માળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયન અને વાજિના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઊંચી જાતને હિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ હેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેણે જોયું. (૧૩) રનરાશિ-તેરમા રવમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રનનો ઢગલો જોયો. તેમાં પુલકરન. વછેરી, ઈન્દ્રનીલ રત્ન, ટિક વગેરે રને જોયાં. તે ઢગલો પૃથવીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો. (૧૪) નિધૂમ અગ્નિ-ચૌદમા સ્વપ્નમાં એ ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયો. અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કોઈ એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય એવી ચંચલ લાગતી હતી. ચિત્ર ૩૭ ચંડકાશિકને પ્રતિબધ-દે પ૦ ના દયાવિ૦ ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂના તરીકે આખા પાણીનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના સુશોભન શંગાર મુખ્ય ભાગ ભજવે છે. | મોરાક ગામથી વિહાર કરી પ્રભુ વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળીઆઓએ કહ્યું કે “સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે જેકે તાંબાનો સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસીનું આશ્રમ સ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામનો દષ્ટિવલ સર્પ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરુણા પ્રભુ, બીજા કોઈ ઉદેશથી નહિ, પણ પિલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માર્ગ તે જ આશ્રમ ભણી ગયા. ચંડકૌશિકનો પૂર્વ ભવ એ ચંડકૌશિક પૂર્વ ભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક શિવની સાથે ગામમાં ગયા. રસ્તે તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકકમવા માટે હિતચિંતક શિવે ગુરને ઇરિયાવહી પડિકકમતાં, ગેયરિ પડિક્કમતાં, અને સાયંકાળાનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને કોધમાં તેઓ શિષ્યને મારવા દોડવ્યા. પણ અકસ્માત એક થાંભલા સાથે અફળાનાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ જ્યોતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy