________________
શ્રી શ્રીપાલ કથા આ પહેલા વલયને ફરતું સેળ પાંખડીઓવાળું બીજું વલય મંડલકારે આલેખવું. તે સોળ પાંખડીઓ પૈકીની એકાંતરિત પાંખડીઓમાં-આઠ દિશા તરફની આઠ પાંખડીઓમાં-અનાહત બીજ સહિત અનુક્રમે “અ, ક, ચ, ટ, ત, ૫, ય અને શ” એ આઠ વર્ગોના અક્ષરે લખવા. એટલે તેમાં પહેલા વર્ગના સેલ અક્ષરો-સ્વરે, ક આદિક પાંચ વર્ગોના, દરેકના પાંચ પાંચ અક્ષરો-વ્યંજને, તથા છેલ્લા બે વર્ગનાય અને શ વગના ચાર ચાર અક્ષરે જાણવા. બાકી રહેલી આઠ પાંખડીઓમાં “ નમો અરિહંતાણું” રૂપ આઠે પરમેષ્ટિપદે આલેખવાં (બીજું વલય).
ત્રીજા વલયમાં પણ આઠ અનાહત “”કાર આલેખવા-વળી તે બેબેની વચ્ચે બે બે લબ્ધિપદે આલેખવાં. એવી રીતે પહેલી પંક્તિની આઠ પાંખડીઓમાં સોળ લબ્ધિપદે બીજી પંક્તિની આઠ પાંખડીઓમાં સોળ લબ્ધિ પદે, અને ત્રીજી પંક્તિની આઠ પાંખડીઓમાં પણ સેળ લબ્ધિપદે આલેખવાં. આવી રીતે તેજસ્વી એવાં અડતાલીસે લબ્ધિપદેનું ધ્યાન ધરવું. હવે તે અડતાલીસે લબ્ધિપદને પણવ એટલે “3”કાર તથા બીજ એટલે “હી કાર તથા અહં એ ત્રણે પદો સહિત. “નમે જિણાણું” એટલે “૩ હો અહં નમો જિણાણું” ઈત્યાદિકરૂપ અડતાલીશ લબ્ધિપદોની સંખ્યા બરાબર તેના જાણકાર ગુરુઓ પાસેથી જાણવી.x (ત્રીજું વલય).
* આ લબ્ધિપદોનું વિસ્તૃત વર્ણન શ્રીસૂરિમંત્રકલ્પસ દેહ” માં આપેલું છે. મૂલ્ય ત્રીસ રુપિયા. –સારાભાઈ નવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org