________________
શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વદ-૫ ત્રીજા ભવમાં જેઓએ ઉત્તમ એવા વીશ સ્થાનકને તપ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, અને જેઓ ચોસઠ ઈંદ્રથી પૂજાય છે, તે જિનેશ્વરને હે ભવ્ય જી ! પ્રણામ કરે. સિદ્ધચકના પહેલા પદને વંદન કરે કે જેથી દીર્ધકાળ પર્યત આનંદ મેળવી શકશે.
જેઓના કલ્યાણકેના દિવસે માં નારકીમાં પણ અજવાળું થાય છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને (ચોત્રીશ) અતિશયવાળા જિનેશ્વરને નમન કરીને હે ભવ્યજને! તમારા પાપેને નાશ કરે.
જેઓ ત્રણ જ્ઞાન સાથે ઉત્પન્ન થએલા છે, અને પિતાના ભેગાવલિ કમને ક્ષીણ થએલાં જાણી દીક્ષા લઈ કેવલજ્ઞાન પામીને, ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપે છે, તે જિનેશ્વરને નમસ્કાર કરે.
મહાપ, મહામાહણ, નિર્ધામક અને સાર્થવાહની ઉપમાઓ જેમને ઘટે છે, તેવા જિનેશ્વરને હે ભવ્યજને ! ઉત્સાહપૂર્વક નમન કરે.
જેઓ આઠ મહાપ્રાતિહાર્યોની સમૃદ્ધિવાળા છે, અને જેઓની વાણું પાંત્રીશ ગુણવાળી છે; તથા જેઓ જગતના જીવને પ્રતિબંધ કરે છે, તેવા જિનેશ્વરને હે ભવ્યજને ! નમસ્કાર કરે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org