________________
૨૨૬
શ્રી શ્રીપાલ કથા અને વિદ્યાઓથી સમૃદ્ધ થએલા; પ્રગટ કરેલ છે સ્વરે તથા વર્ગો જેમાં, તથા હીંકારની ત્રણ રેખાવાળા, દિપાલ વગેરે દેવોથી શોભિત થએલા અને ત્રણે જગતને વિજય કરવામાં ચક સમાન એવા, પૃથ્વી પીઠ પર સ્થાપન કરેલા સિદ્ધચક મહારાજને હું નમસ્કાર કરું છું.
શ્રી સિદ્ધચક્રસ્તુતિ સમાપ્ત
પછી માંગલિકના મનહર વાજાં વાગતે છતે શ્રીપાલરાજાએ શાસનની પ્રભાવના કરી. સ્વામિવાત્સલ્ય કરીને ઉત્તમ એવા શ્રીસંઘની પૂજા કરી.
આ પ્રમાણે તે શ્રીપાલરાજા અને પટરાણી મયણાસુંદરી, બીજી નાની પટરાણીઓ તથા બીજા ઘણા લેકે શ્રીસિદ્ધચકજીનું આરાધન કરે છે.
તે શ્રીપાલરાજાને મયણાસુંદરી વગેરે રાણીઓની સાથે સંસારસુખ ભોગવતાં અનુપમ રૂપ, ગુણ અને શીલવાળા ત્રિભુવનપાલ વગેરે નવ પુત્રો થયા. વળી, તે રાજાના રાજ્યમાં નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ જાતવાન ઘડાઓ અને નવ કરોડ પાયદળ સૈન્ય હતું. આ પ્રમાણે જુદી જુદી જાતના સુબેને ભેગવતા એવા, તે શ્રીપાલરાજા ધર્મ અને નીતિપૂર્વક હમેશાં નિષ્કટક રાજ્ય પાળતા હતા.
આ પ્રમાણે રાજ્ય પાળતા શ્રીપાલરાજાને જ્યારે નવ વર્ષ સંપૂર્ણ વીતી ગયા, ત્યારે તે રાજાએ પિતાના મેટા પુત્ર ત્રિભુવનપાલને રાજ્યગાદી પર બેસાડ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org