________________
શ્રીપાલને રાજ્યાભિષેક
૨૦૭ ક્ષેત્રેથી સારી રીતે ગુપ્ત કરેલ છે, એ ઉત્તમ આચારવાળે –લાકાર-જબૂદ્વીપ સરખે જયવંતે વર્તે છે. વળી, આ ધર્મ જેઓએ પ્રરૂપે છે, તે ઉત્તમ જિનેશ્વરે પણ તત્ત્વરૂપ છે; અને તે ધર્મના ફલભૂત એવા સિદ્ધ મહારાજે પણ તવ રૂપ છે, તેમાં શંકાને જરાએ સ્થાન નથી. વળી, તે ધર્મ સંબંધી આચારેને દેખાડતા એવા આચાર્યો પણ તત્ત્વરૂપ છે, તથા શિષ્યોને તે આચારને શિખવતા એવા ઉપાધ્યાયે પણ તવરૂપ છે. વળી, તે ધર્માચારને સારી રીતે સાધતા એવા ઉત્તમ સાધુઓ પણ તત્ત્વરૂપ છે; તથા તેની સારી રીતે સહણા કરવાથી દર્શન પણ ઉત્તમ તત્ત્વરૂપ છે. તેના જ બેધના કારણરૂપ હોવાથી જ્ઞાન પણ નિશ્ચયે કરીને તસ્વરૂપ છે અને તેની આરાધનારૂપ ચારિત્ર પણ તત્વરૂપ જ છે. વળી, તેની નિર્જરારૂપ એ જે તપ તે પણ તત્વરૂપ છે. એવી રીતના આ સર્વે નપદે તત્ત્વ રૂપ જ છે. તેથી આ પૂર્વે કહેલાં નવપદે વિશેષ પ્રકારે તત્ત્વરૂપ જ છે, માટે તેઓને સર્વ ભવ્ય મનુષ્યોએ હમેશાં જાણવાં તથા ધ્યાન ધરવા લાયક છે.
આવી રીતનાં આ નવપદેનું શુદ્ધ મનથી ધ્યાન કરનારાં ભવ્ય પુરુષે સાક્ષાત પિતાના આત્માને સાક્ષાત્કાર કરી શકે છે; અને એવી રીતે આત્મદર્શન થવાથી એક જ ક્ષણમાં જે કર્મોને ક્ષય થાય છે, તે કર્મોને ક્ષય કરોડ જનમમાં કરેલા તીવ્ર તપથી પણ થતો નથી. માટે હે મહા ભાગ્યશાળીઓ ! તમે આવી રીતના ઉત્તમ તવને જાણીને, તેનું સમ્યક્ રીતે ધ્યાન ધરે; કે જેનાથી તરત જ આનંદની સંપદાને પ્રાપ્ત કરે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org