________________
શ્રી શ્રીપાલ કથા સવે રાજાઓ આવીને નમે છે; તે હવે ચતુરંગી સેના સાથે તમને ભારરહિત કરવા માટે આવે છે.
માટે હવે તમારે તેને રાજ્યને ભાર શેંપી દે જોઈએ, કારણ કે જગતમાં પણ જુના થાંભલા ઊપરથી ભાર ઊતારી લઈને નવા થાંભલા ઊપર ધારણ કરવામાં આવે છે. વળી, તે શ્રીપાલરાજાના ચરણકમલની સેવા કરવા માટે બીજા પણ ઘણું રાજાએ ભક્તિપૂર્વક આવેલા છે. તમે તો. નજીકના સગા હોવા છતાં પણ તેમને મળવા આવ્યા નથી, આવી રીતે કુલને વિરોધ તો દુર્જન જ કરે છે. પરંતુ કુલમાં જે વિરોધ કરે, તે શત્રુને ઘેર કલ્પવૃક્ષ સમાન છે; માટે તમારે પરસ્પર કાંઈ પણ મત્સર કરે એગ્ય નથી.
“વળી, તે મત્સર પણ ત્યારે જ કરે જોઈએ, કે જ્યારે એમ જણાય કે હું તેમ કરવા શક્તિમાન છું. ખદ્યોત સમાન તમે ક્યાં અને પ્રચંડ સૂર્યસમાન તે ક્યાં? વળી, હે રાજન ! તમે ક્યાં ખાબેચીયા, સરસવ અને સસલા સમાન !, અને તે કયાં મહાસાગર મેરૂ અને સિંહ સમાન વળી, જે તમે તમારા જીવન ઉપર રૂઠ્યા ના હે તે, તરત જ ભક્તિપૂર્વક શ્રીપાલરાજાના પુણ્યશાળી ચરણોની સેવા કરે; અને તમે કદાચ અહંકાર રૂપી પર્વત પર ચડીને, તેમની આજ્ઞા માનવા તૈયાર ના હે તે યુદ્ધ માટે તૈયાર થાઓ. કારણ કે અહીં તે આટલું જ કહેવાનું છે.”
આ સાંભળીને અજિતસેન રાજાએ આ પ્રમાણે કહ્યું કેઃ “હે દૂત! આવી રીતનાં વચનેથી તે બ્રાહ્મણદૂત હોય એવું જણાય છે. પહેલાં મધુરું, વચ્ચે ખાટું અને કડવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org