________________
શ્રીપાલની ભાગ્યવૃદ્ધિ હતા, છતાં જેઓએ સમકિત પ્રાપ્ત કરેલું નહિ, તેઓએ ભવ્યપણું પ્રાપ્ત કરેલું હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્તિ ન કરી શકયા. એટલે કે સમય, સ્વભાવ બંનેને સંયોગ હોવા છતાં નિયત કારણ ન મળ્યું, તેથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો નહિ, માટે કાળ, સ્વભાવ અને નિયત એ ત્રણે કારણની દરેક કામમાં જરૂર છે. એ ત્રણે કારણ હાજર હોય, છતાં જે ઉદ્યમ ન કરવામાં આવે તે તે ત્રણે કારણો હાજર હોવા છતાં પણ કાર્ય સફળ થતું નથી.
જેમકે કેઈએક વૃક્ષને તેની જતુમાં જ વાવ્યું છે, તેને ડુંડીઓ પણ આવે છે, પરંતુ જે તેને પૂરતું પાણી ન પવાય અને વાડ વગેરેને બંદોબસ્ત ન કર્યો હોય તે તે ફળી શકતું નથી, કારણ કે ત્રણે કારણ રજુ હોવા છતાં ઉદ્યમની ખામી રહી ગઈ, જેથી દરેક કારણમાં ઉદ્યમની પણ ખાસ જરૂર જ છે. એ ચારે કારણો હાજર હોવા છતાં પણ ખેડૂતના ભાગ્યમાં ન હોય, તે કરેલી બધી મહેનત નિષ્ફળ જાય છે.
મતલબ એ જ કે દરેક કાર્યમાં આ પાંચ કારણે ભેગાં થાય તો જ કેઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. એ પાંચમાંથી એકની પણ ખામી હોય છે તેથી કાર્યસિદ્ધિ થતી નથી. આ પાંચ કારણને મિલાપ કરાવી દેનાર ઈષ્ટ હેતુરૂપ મોટું પુણ્ય જ છે. તે પુણ્ય જ બધાએ સારા સંગ મેળવી દે છે, તેથી બધા કરતાં પુણ્ય એ જ મોટું છે. એ જ પુણ્યના
ગ વડે શ્રીપાલ અને ગેલેક્સસુંદરીને સંબંધ થયો. એવી જ રીતે શૃંગારસુંદરીની પ્રાપ્તિને સંબંધ હવે કહેવાશે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org