________________
૧૬૫
સ્વયંવર મંડપ એના આભૂષણ અંગ ઉપર ધારણ કરીને; અને હાથમાં નિર્મલ માળા ધારણ કરીને, [ મસ્તક ઉપર નીલું–મેઘાડંબર છત્ર ધારણ કરેલી] તે સ્વયંવર મંડપમાં આવી પહોંચી.
મેતીની માળાથી શોભતા કંઠવાળી રાજકુમારી જેવામાં હાથમાં વરમાળા લઈ મુખ્યમંડપની અંદર આવી મુખ્ય થાંભલા તરફ નજર કરી જેવા લાગી, તેવામાં અકસ્માત પવિત્ર એવા શ્રીપાલકુમારનું સુંદર મૂળ સ્વરૂપ જોઈને આનંદિત મનવાળી તે રાજપુત્રી વિચારવા લાગી કે “હે મન! હવે તું આ પતિની પ્રાપ્તિથી આનંદ પામ! હું ધન્ય છું ! કૃત પુણ્ય છું ! મારો મેટે ભાગેદય છે! કારણ કે મારાં મનરૂપી સમુદ્રને વૃદ્ધિ પમાડવા માટે ચંદ્ર સમાન આ કેઈક ભાગ્યશાળી પુરુષ અહીં આવેલ છે.”
તેણીની અનુરાગ તથા કટાક્ષોવાળી દષ્ટિને જોઈને, તેણીની પરીક્ષા કરવા માટે કુમાર પણ વચ્ચે વચ્ચે તેણીને પિતાનું કુબડારૂપ દેખાડતો હતો. હવે પ્રતિહારી જે જે રાજાનાં રૂપનું વર્ણન કરે છે, તે તે રાજાને કુમારી રૂપ, વય તથા દેશ સંબંધી દોષો બતાવીને વખોડતી હતી. જે વખતે જે રાજાનું વર્ણન પ્રતિહારી કરતી હતી, તે વખતે તે શરદ પૂર્ણિમાના ચંદ્ર સરખા ઉજ્વલ મુખવાળો થતે હતો; અને જ્યારે રાજકુમારી તેની અવગણના કરતી હતી, ત્યારે તે શ્યામ મુખવાળે થઈ જતો હતે.
તે પ્રતિહારી જ્યારે સર્વ નૃપમંડલનું વર્ણન કરીને થાકી ગઈ, ત્યારે રાજકુમારી વિલક્ષ થઈને પિતાના મનપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org