________________
ભાગ્યના ખેલ
૧પ૯ તે ઉપાધ્યાય પિતાને ભણાવવાની ઈચ્છા નહિ રાખતો જોઈને, કુમારે તરત જ પિતાની પાસેનું અમૂલ્ય એવું એક ખગ ઉપાધ્યાયને ભેટ તરીકે આપ્યું.
પછી તે ઉપાધ્યાયે તેને બહુમાનપૂર્વક પિતાની પાસે બેસાડીને તેને શીખવા માટે પોતાની વીણ કુમારના હાથમાં આપી. તે વીણા હાથમાં ઉંધી પકડીને તેની તંત્રીને તોડી નાંખી અને તુંબીને ફેડી નાંખી. આ પ્રમાણે કરવાથી સાથે વિણ શીખતા બધા રાજકુમારે તેની મશ્કરી કરતા હતા, છતાં પણ દાનના બલથી –પિતાની સહજ ઉદારતાથી – ઉપાધ્યાયને માનનીય થઈ પડ્યો.
પરીક્ષા વખતે બધા રાજકુમારે મંડપમાં ગયા. તેમની સાથે વામને પણ જવા માંડયું કે દરવાજાની ચોકી કરતા દરવાને તેને અંદર જતાં રોક્યો, પરંતુ પોતાના કાનના બે અમૂલ્ય કુંડલો આપીને તે વામન મંડપમાં પહોંચી ગયો. પિતાની ઈચ્છા પ્રમાણે રૂપ કરતા તે વામનને રાજકુમારી મૂળરૂપે જોતી હતી, અને લોકો તેને વામનરૂપે જોતા હતા.
શ્રીપાલનું આવું અદ્ભુત રૂપ જોઈને, રાજકુમારી મનમાં ચિંતવન કરવા લાગી કે, જે મારું પુણ્ય જાગૃત હશે તો આ કુમારથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, અને હું મારા આત્માને પણ પુણ્યશાળી માનીશ. કેઈપણ કારણથી મારી પ્રતિજ્ઞા જે આ કુમારથી પૂર્ણ ન થઈ તો, હું પોતે જ મારી આ પ્રતિજ્ઞાને લીધે વૈરિણું થવા જેવું થશે; અને હું મારી જાતને દુર્ભાગી-અભાગી-માનીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org