SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી શ્રીપાલ કથા annmannsson શ્રીપાલ વિચારવા લાગ્યો કે આ કુતૂહલને હું શી રીતે જોઈ શકું? આ બાબતમાં પણ નવપદજીનું ધ્યાન એ જ એક ઉપાય હોય એમ લાગે છે, બીજા ઉપાયનું શું પ્રોજન છે? એમ વિચારીને શ્રીપાલે શુદ્ધ ભાવથી શ્રદ્ધાથીમનમાં નવપદનું એકાગ્રચિત્ત એવી રીતે ધ્યાન ધરવા લાગે કે જેથી સૌધર્મ દેવલોકમાં રહેનાર વિમલેશ્વર દેવ હાથમાં રત્નોને ઉત્તમ હાર લઈને ત્યાં હાજર થયે; અને શ્રીપાલકુમારને કહેવા લાગ્યું કેઃ “હે કુમાર ! આ હારને ગળામાં પહેરવાથી ઈચ્છિત રૂપ, આકાશમાં ગમન, બધી કળાઓમાં પ્રવીણતા, સંગ્રામમાં જય તથા દરેક જાતના ઝેરને નાશ થાય છે, એવા આ હારને તે ગ્રહણ કર.” એમ કહીને શ્રીસિદ્ધચક્રજીને અધિષ્ઠાયક દેવ શ્રીવિમલેશ્વર યક્ષ શ્રીપાલકુમારના ગળામાં તે હાર પહેરાવીને, તેજસ્વી એ તે પિતાને રસ્થાને ગયે. તે હાર મલવાથી કુમાર નિશ્ચિત થઈને સૂઈ ગયો. સવારમાં ઉઠતાં જ કુંડલપુર જવાની મનમાં ઈચ્છા કરી. ત્યાં પહોંચીને હારના પ્રભાવથી વામનરૂપ ધરીને તે કુંડલપુરમાં ગયા. ત્યાં તેને હાથમાં વીણા રાખેલા વસ્ત્રાભૂષણ પહેરેલા રાજકુમારને જોયા. વામનરૂપધારી તે કુમાર રાજકુમારની સાથે, જ્યાં ઉપાધ્યાય વીણાવાદન શીખવાડે છે ત્યાં પહોંચે. જેમ જેમ તે વામન ઉપાધ્યાયને કહેવા લાગ્યો કે મને પણ વીણા વગાડવાનું શીખવાડે, તેમ તેમ તે બધા રાજકુમાર ખડખડાટ હસવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy